Psalms 140

1હે યહોવાહ, દુષ્ટ માણસોથી મને છોડાવો;
જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.
2તેઓ પોતાની દુષ્ટ યોજનાઓ ઘડે છે;
તેઓ નિત્ય ઝઘડા ઊભા કરે છે.
3તેઓએ પોતાની જીભ સાપના જેવી તીક્ષ્ણ બનાવી છે;
તેઓની જીભની નીચે નાગનું વિષ છે.
સેલાહ


4હે યહોવાહ, દુષ્ટોના હાથમાંથી મને બચાવો;

જેઓએ મને નુકસાન પહોંચાડવાની યોજના કરી છે;
એવા જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.
5ગર્વિષ્ઠોએ મારે માટે પાશ તથા દોરીઓ ગુપ્ત રીતે પાથર્યાં છે;
તેઓએ રસ્તાની બાજુ પર જાળ બિછાવી છે;
મારે માટે ફાંસા ગોઠવ્યા છે.
સેલાહ


6મેં યહોવાહને કહ્યું, “તમે મારા ઈશ્વર છો;

મારી આજીજી સાંભળો.”
7હે યહોવાહ, મારા પ્રભુ, તમે મારા ઉદ્ધારના સામર્થ્ય છો;
યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો.
8હે યહોવાહ, તમે દુષ્ટોની ઇચ્છા પૂરી ન કરો;
તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહિ.
સેલાહ


9મને ઘેરો ઘાલનારામાં જેઓ મુખ્ય છે;

તેઓના હોઠોથી કરવામાં આવેલો અપકાર તેમના પોતાના ઉપર આવી પડો.
10ધગધગતા અંગારા તેમના મસ્તક પર પડો;
તેઓને અગ્નિમાં ફેંકી દેવામાં આવે;
એવા ઊંડા ખાડાઓમાં નાખવામાં આવે કે જ્યાંથી તેઓ કદી બચી શકે નહિ.”
11ખોટું બોલનારાઓને પૃથ્વીમાં રહેવા દેશો નહિ;
જુલમગાર માણસને ઉથલાવી પાડવાને દુષ્ટતા તેની પાછળ પડી રહેશે.

12હું જાણું છું કે યહોવાહ તો દુઃખીની દાદ સાંભળશે

અને ગરીબોનો હક જાળવશે.
નિશ્ચે ન્યાયી માણસ યહોવાહના નામનો આભાર માનશે;
યથાર્થ મનુષ્યો તમારી સમક્ષતામાં જીવશે.
13

Copyright information for GujULB